Tuesday, December 18, 2012

Moral

You can only understand something by trying it yourself.

Wednesday, December 12, 2012

Happines

There is only one person who could ever make you happy, and that person is you.

Tuesday, December 11, 2012

સફર

સુરજ ઉગે આભમાં પ્રકાશ ખીલ્યા
ચાંદની પથરાઈ આકાશમાં તારા નીકળ્યા
આપ છો હર સફરમાં સાથ
પતજડ રૂપી જીવનમાં ખુશીના ફૂલ ખીલ્યા

આવકારોની આતશબાજી

પ્રેમ ભર્યા અવાજે મહેમાનોને આવકારતા
પાસે બેસી એકબીજાની વાતો સાંભળતા
દુનિયામાં સારા ખોટાની ચર્ચા કરતા
મનમાં ના હોય પ્રેમ તો પણ ખોટી લાગણી દાખવતા
જુદી જુદી રીતે મહેમાનોની સરભરા કરતા
પણ મનમાં રૂપિયા અને સરખામણીના ભેદભાવ રાખતા
વાતચીતમાં જ સંસ્કારોની અછત વર્તાતી
પણ પૈસાના જોરે એકબીજાના નજીક હોવાનો દંભ કરતા


ઘરમાં અતિથી આવે ત્યારે આપણે કેટલો બધો આવકાર આપીએ છીએ, સમ્માન કરીએ છીએ, એકબીજાની વાતો અને વિચારોની આપ લે કરીએ છીએ. પણ હકીકત મનના આંગણમાં તો કંઈક બીજીજ રમત ચાલતી હોય છે. દુનિયામાં શું સારું છે અને શું ખોટું છે એનો નિર્ણય તો ઝડપથી લેવાઈ જાય છે પણ આપણામાં કેટલી સારાઈ અને કેટલા અવગુણ છે તે પ્રત્યે લક્ષ્ય નથી આપતા. મનમાં તો ઈર્ષ્યા હોય છે પણ વાણીમાં બહુજ મીઠાશ હોય છે. પણ આ યુગમાં લોકોને મીઠાશ ભર્યા શબ્દો સાંભળવા બહુ ગમતા હોય છે પણ એટલું યાદ રાખવું કે ઘણું મીઠાશભર્યું બોલતી વ્યક્તિના પેટના પાણી ઊંડા હોય છે અને ઊંડા પાણી હમેશા શાંત હોય છે. પણ આ તો દરેકની સમજણ પર આધાર રાખે છે પણ ખેર સમય જતા બધુજ ચિત્ર દેખાઈ જાય છે એનુજ નામ જીવન. માણસના સંસ્કાર એ તો તેની આપણા પ્રત્યેની લાગણીમાં જ પ્રદર્શિત થઇ જાય છે. પૈસાના જોર પર બધુજ ખરીદી શકાય છે પણ સંસ્કાર, પ્રેમ અને સાચી લાગણી નહિ.

યાદ



તારી યાદ આવે છે અને હર્દય મારું રડે છે
તારા જવા પછી પણ મારી આંખો રડે છે
કેમ કરી ભૂલું તુજને
કેમકે જીવ મારો દુભાય અને દિલ મારું રડે છે
જીવનમાં કોઈ સાથે નથી રહેતું, તેની સમજણ તો છે મને
પણ જીવન જતું રહે તો કેવી રીતે જીવાય
તે જોઈ દિલ મારું રડે છે
કોઈ કહે મને ભૂલી જવાનો ભૂતકાળ
પણ કેમ કરી ભવિષ્યને ભૂલાય
તે વિચારી હર્દય મારું રડે છે
હજી પણ ભગવાનને રાહત નથી મળતી
મારા હર્દયના ટુકડા કરી, તે જોઈ દિલ મારું રડે છે